Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

અભિનેતા વિક્કી કૌશલની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘ભૂત પાર્ટ વનઃ ધ હોન્‍ટેડ શિપ'નું પ્રથમ ગીત ‘ચન્‍ના વે' રિલીઝઃ 2.22 મિનીટનું ગીત થોડી કલાકોમાં 2પ લાખ કરતા વધુ લોકોએ જોયુ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભૂત પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ'નું પ્રથમ ગીત 'ચન્ના વે' રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાં જ આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. સિંગર અખિલ સચદેવા અને મનશીલ ગુજરાલે આ ગીતને સ્વર આપ્યો છે, સાથે આ ગીતના સંગીત અને લિરિક્સ પણ અખિલ સચદેવાના છે. 2.22 મિનિટનું ગીતને માત્ર થોડી કલાકોમાં 25 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. અત્યાર સુધી ટીઝરથી લઈને ટ્રેલર સુધી ગાયબ રહેલી ફિલ્મની મુખ્ય અભિનેત્રી ભૂમિ પેડનેકરની પ્રથમ ઝલક પણ આ ગીતમાં જોવા મળી રહી છે.

હાલમાં રિલીઝ થયેલું આ ફિલ્મનું ટ્રેલર ડરાવી રહ્યું છે, જેને જોઈને લોકોને રૂવાંટા ઉભા થઈ રહ્યાં છે. ફિલ્મના ટ્રેલરથી તે વાતનો અંદાજ લાગે છે કે આ કહાની એક SEA BIRD પર કેન્દ્રીત છે. SEA BIRD જે એક ડેડ શિપ છે, તે ખરાબ હવામાનને કારણે મુંબઈની જુહૂ બિચ પર આવી જાય છે. ચોંકાવનારી વાત છે કે તે હોય છે એક શિપ પરંતુ એકવણ વ્યક્તિ હાજર નથી. ત્યારબાદ પૃથ્વી (વિક્કી કૌશલ) જે SEA BIRD પર સર્વેઇંગ ઓફિસર હતો, તે શિપની અંદર જાય છે. પૃથ્વી શિપની અંદર જતાં જ શરૂ થાય છે ડરનો ખેલ.

આ ફિલ્મના ટ્રેલરને જોયા બાદ અમે કહી શકીએ કે ઘણા વર્ષો બાદ એકવાર ફરી બોલીવુડમાં કોઈ સારી હોરર ફિલ્મ જોવા મળશએ, જેની સ્ટોરી તો સારી લાગી રહી છે. ધર્મા પ્રોડક્શનમાં બનનારી આ ફિલ્મ વિક્કી કૌશલની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ભાનૂ કરી રહ્યાં છે. આ ફિલ્મ આગામી 21 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(4:58 pm IST)