Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઇમ્તિયાઝની નજરે કાર્તિક આર્યન અસાધારણ અભિનેતા

બોલીવૂડમાં સ્થાન બનાવી ચુકેલા અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ લવ આજકલ આવતી કાલથી રિલીઝ થઇ રહી છે. બોલીવૂડમાં હિટ અભિનેતા અને નિર્દેશકની જોડીના અનેક ઉદાહરણ સામે છે. હવે કાર્તિક આર્યન અને ઇમ્તિયાઝ અલીના નામ પણ સામેલ થઇ ગયા છે. કાર્તિકે કહ્યું હતું કે ઇમ્તિયાઝ સાથે કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે. એક અભિનેતા તરીકે મને વધુને વધુ વિકસીત થવાની તક ઇમ્તિયાઝ અલીએ આપી છે. તેણે આપેલી શીખામણો ભવિષ્યના પ્રોજેકટમાં પણ મને ખુબ મદદરૂપ થશે. ઇમ્તિયાઝે કહ્યું હતું કે કાર્તિક એક અસાધારણ અભિનેતા છે. તેના અભિનયમાં એક રિધમ રહેલી છે, જે અદ્વિતીય છે. તેનામાં એવી આવડત છે જેના કારણે તે સારો અભિનેતા બન્યો છે. કાર્તિક તેના કામ પ્રત્યે સતત સમર્પિત છે. કાલે રિલીઝ થઇ રહેલી ફિલ્મમાં કાર્તિકનો રોલ બે અલગ રોમાન્ટીક વર્ઝનમાં જોવા મળશે.

(10:07 am IST)