Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પ્રનૂતન બહેલનો કાતિલ અંદાજ

અભિનેત્રી પ્રનૂતન બહેલએ બોલીવૂડમાં ફિલ્મ 'નોટબૂક'થી એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં તે એકદમ સરળ સાદા લૂકમાં જોવા મળી હતી. પણ હાલમાં પ્રનૂતનની કેટલીક બોલ્ડ તસ્વીરોએ સોશિયલ મિડીયા પર ચર્ચા જગાવી છે. તેની આ તસ્વીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે. પ્રનૂતનને આવા બોલ્ડ લૂકમાં બહુ ઓછી જોવામાં આવી છે. તેણે આવી તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં તે ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણે તસ્વીરો સાથે ગોલ ગેટર (સફળતા મેળવનારી) એવું કેપ્શન લખ્યું છે. તો બીજી તરફ ડ્રીમ ચેઝર (સપનાઓ સાકાર કરનાર) પણ લખ્યું છે. તેની તસ્વીરોને હજ્જારો લાઇકસ મળી ચુકી છે. એક તસ્વીરમાં તે બ્લુ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. તે ખુબ જ સ્ટાઇલીશ દેખાઇ રહી છે. પ્રનૂતનનો આ કાતિલ અંદાજ તેના ચાહકોને ખુબ ગમ્યો છે. મોહનીસ બહેલની દિકરી એવી આ અભિનેત્રીએ નોટબૂક ફિલ્મમાં કામ કર્યા પછી હાલમાં સતરામ રમાનીની ફિલ્મ હેલ્મેટ કરી રહી છે. જેમાં તેની સાથે અપારશકિત ખુરાના છે.

(10:06 am IST)