Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

'કમાન્ડો-3'એ પહેલા જ અઠવાડિયામાં કરી ધમાકેદાર કમાણી: જાણો તેનો આંકડો

મુંબઈ: બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મ કમાન્ડો 3 બોક્સ ઓફિસ પર ખૂબ સારો દેખાવ કરી રહી છે. ફિલ્મે ઓપનિંગ ડે પર 4.74 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે ફિલ્મે 5.64 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે રવિવારે 5.93 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ કમાન્ડો 3 ત્રણ દિવસમાં 16.30 કરોડનો સંગ્રહ કર્યો છે.કમાન્ડો 3 ને ભારતમાં કુલ 2541 સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યો છે. તો ફિલ્મને વિદેશમાં 283 સ્ક્રીન મળી છે. ફિલ્મમાં વિદ્યુત કમાન્ડો કરણ સિંહ ડોગરાનો રોલ કરશે. એક્શન થ્રિલર ફિલ્મમાં અદા શર્મા અને ગુલશન દેવૈયા પણ મહત્વની ભૂમિકા ભજવશે.

(5:21 pm IST)