Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અભિનેતા કાર્તિક આર્યન પેન્ટની સાઇડની ચેઇન બંધ કરવાનું ભુલી ગયોઃ અનન્યા પાંડેએ ધ્યાન દોર્યું

નવી દિલ્હી : કાર્તિક આર્યન હાલમાં પોતાની ફિલ્મ પતિ, પત્ની ઔર વોના પ્રચારમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે અનન્યા પાંડે તેમજ ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે. ફિલ્મના પ્રમોશનમાં કાર્તિક એવો ખોવાઈ ગયો હતો કે પોતાના પેન્ટની સાઇડ ચેઇન બંધ કરવાનું ભુલી ગયો હતો. અનન્યાએ તેને પોતાના પેન્ટની ચેઇન બંધ કરવાનું કહ્યું હતું. કાર્તિક અને અનન્યાનો વીડિયો વાયરલ થયો છે. જોકે કેટલાક લોકો એને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવે છે.

કાર્તિકની આગામી ફિલ્મ પતિ પત્ની ઔર વો 6 ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે. પછી તે સારા અલી ખાન સાથે લવ આજકલ 2માં જોવા મળશે. સાથે તે જાન્હવી કપૂર સાથે દોસ્તાના 2નું શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં એક ઇવેન્ટમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન કાર્તિકે પત્નીની પસંદગી તરીકે સારાને સિલેક્ટ કરી હતી.

સમાચાર પ્રમાણે એક ઇવેન્ટમાં જ્યારે કાર્તિકને સવાલ કરવામાં આવ્યો હતો કે તે પત્ની તરીકે સારા અલી ખાન, કિયારા અડવાણી, નુસરત ભરૂચા તેમજ તારા સુતરિયામાંથી કોની પસંદગી કરશે ત્યારે કાર્તિકે સારા અને કિયારાનું નામ લીધું હતું. નોંધનીય છે કે હાલમાં કાર્તિક અને સારા વચ્ચે બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. સમાચાર પછી કાર્તિક અને સારા સાથે નથી દેખાયા.

(5:11 pm IST)