Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સાથે પ્રમોશન કરશે કાર્તિક અને સારા

કાર્તિક આર્યન અને સારા અલી ખાને એક વર્ષ સુધી એકબીજા સાથે ડેટીંગ કર્યા પછી અલગ થઇ ગયા છે. છેલ્લે દિવાળી પર આ બંને કરણ જોહરની ઓફિસમાં સાથે જોવા મળ્યા હતાં. બંનેએ એક બીજા સાથે તસ્વીરો પણ ખેંચાવી હતી. હવે ફરીથી બંને એક સાથે જોવા મળી રહ્યા છે, પરંતુ ડેટીંગ માટે નહિ...ફિલ્મના પ્રમોશન માટે. કાર્તિક અને સારાની ફિલ્મ 'લવ આજકલ-૨'નું પ્રમોશન હવે શરૂ થશે. આ ફિલ્મને પ્રમોટ કરવા કાર્તિક અને સારા એક સાથે અલગ-અલગ શહેરમાં જશે. બ્રેકઅપ પછી પણ આ બંને વચ્ચે કોઇ કડવાહટ નથી. સારા અને કાર્તિક કામની વ્યસ્તતાને કારણે સાથે સમય પસાર નહોતા કરી શકતાં આ કારણે બંનેએ એક બીજાથી અલગ રસ્તા પસંદ કરી લીધા હતાં. જો કે હજુ પણ બંને વાતચીત કરતાં રહે છે. લવ આજકલ-૨ આજના યુગની કહાની છે. જેમાં દેખાડાયું છે કે લોકો કઇ રીતે પોતાની જુની રિલેશનશીપને કારણે ડરતા રહે છે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે રિલીઝ થશે. સારા હાલમાં કૂલી નંબર ૧ની રિમેકના કામમાં વ્યસ્ત છે. તો કાર્તિક પતિ પત્નિ ઓૈર વો તથા દોસ્તાના-૨ અને ભૂલભૂલૈયા-૨ના શુટીંગમાં છે.

(10:09 am IST)