Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અજય-કાજોલને ફરી સાથે જોવા ચાહકો આતુર

અજય દેવગણ અને તેની પત્નિ કાજોલ લાંબા સમય પછી ફરી સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરિયરમાં અજય સુબેદાર તાનાજી માલુસરેના રોલમાં છે. તો કાજોલ તાનાજીના પત્નિ સાવિત્રીબાઇના રોલમાં છે. ઓમ રાઉતના નિર્દેશનમાં આ ફિલ્મ બરી રહી છે. અજય અને કાજોલે છેલ્લે ૨૦૧૦માં ટૂનપુર કા સુપરહીરોમાં સાથે કામ કર્યુ હતું. અજયએ આટલા વર્ષો પછી કાજોલ સાથે કામ કરવાનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે મને ખબર જ ન પડી, મને લાગ્યું અમે ઘરે જ છીએ, ફિલ્મના સેટ પર નહિ. અમે સેટ પર પણ ઘરે હોઇએ એવો જ વર્તાવ એક બીજા સાથે કરતાં હતાં. કાજોલ અને અજયએ ઇશ્ક, પ્યાર તો હોના હી થા, દિલ કયા કરે, યુ મી એન્ડ હમ જેવી ફિલ્મો સાથે કરી છે. અજય, કાજોલ સાથે સૈફ અલી ખાન પણ આ ફિલ્મમાં છે. અગાઉ અજય તેની સાથે કચ્ચે ધાગે, એલઓસી, કારગિલ, ઓમકારા જેવી ફિલ્મો કરી ચુકયો છે. સૈફ આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. અજયની આ ૧૦૦મી ફિલ્મ છે. દસમી જાન્યુઆરીએ રિલીઝ થશે.

(10:09 am IST)