Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

26/11 આતંકી હૂમલા પર આધારીત ફિલ્‍મ ‘હોટલ મુંબઇ'માં કર્મચારીના બચાવ વખતે ફોન પર થયેલી અસલી વાતચીતની ઓડિયો ટેપનો ઉપયોગ થયોઃ ડિરેક્‍ટરે ખોલ્‍યુ રહસ્‍ય

નવી દિલ્હી :ફિલ્મ હોટેલ મુંબઈને લીને ફિલ્મ ડિરેક્ટર એન્થની મારસનું કહેવું છે કે, તેમણે મુંબઈના તાજમહેલ પેલેસ હોટલમાં 26/11 ના આતંકી હુમલામાં કર્મચારીઓ અને બચાવ ગ્રૂપની વચ્ચે ફોન પર થયેલી અસલી વાતચીતના ટેપનો ઉપયોગ ફિલ્મમાં કર્યો છે. મુંબઈમાં વર્ષ 2008માં 26/11 ના રોજ થયેલા આતંકી હુમલાને લીને બનેલી ફિલ્મ હોટલ મુંબઈમાં દેવ પટેલ, અનુપમ ખેર, આર્મી હૈમર અને નાજનીત બોનાદી મહત્વના રોલ કરી રહ્યાં છે.

રેકોર્ડિંગ્સના માધ્યમથી મારસ અને સહ-લેખક જ્હોન કોલીએ ન માત્ર આ ઘટનાને યોગ્ય રીતે સમજાવવામાં સક્ષમ રહ્યાં, પરંતુ આ રેકોર્ડિંગ્સના સંવાદોએ ડાયલોગ્સની વિશ્વસનીયતા પણ યથાવત રાખી.

29 નવેમ્બરે રિલીઝ થશે ફિલ્મ

મારસે કહ્યું કે, આ બધુ ત્યારે શરૂ થયું જ્યારે હું તેનાથી જોડાયેલ એક ડોક્યુમેન્ટરી જોઈ રહ્યો હતો. અમને સરળતાથી એ લોકો વિશે માલૂમ પડ્યું જેઓ આ હુમલાના પીડિત હતા. અમે તેમની વાત સાંભળી અને સમય આપીને તેના પર કામ કર્યું. ‘હોટલ મુંબઈ’ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષામાં 29 નવેમ્બરના રોજ રિલીઝ થનાર છે.

(5:31 pm IST)