Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મજબૂત સંદેશો આપતી ફિલ્મમાં જ્હાન્વી

બોલીવૂડમાં એક પછી એક પછી એક મોટી ફિલ્મો કરી રહેલી જ્હાન્વી કપૂર હવે માત્ર શ્રીદેવી અને બોની કપૂરની દિકરી તરીકે નથી ઓળખાતી. તેણે એક જ ફિલ્મ થકી પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. હાલમાં તેની પાસે અનેક ફિલ્મોની કતાર છે. ગુંજન સકશેનાની બાયોપિક ધ કારગિલ ગર્લ, તખ્ત, દોસ્તાના-૨, રૂહી-અફઝા સહિતની ફિલ્મો તે કરી રહી છે. તો હવે બોમ્બે ગર્લ નામની ફિલ્મ પણ તે કરવાની છે. આ ફિલ્મ તેના પિતા બોની કપૂરના પ્રોડકશન બેનરમાં બનશે. નિર્માતા મહાવીર જૈન સાથે મળી બોની આ ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં બે પેઢી વચ્ચેના અંતરની વાત છે. મુખ્ય રોલ જ્હાન્વીને અપાયો છે. તે એક યુવા અને વિદ્રોહી યુવતિના રોલમાં છે. આ ફિલ્મનું લેખન કલબ સિકસ્ટી ફેઇમ નિર્દેશક સંજય ત્રિપાઠીએ કર્યુ છે. આ ફિલ્મનું નિર્દેશન પણ તે કરશે. બે પેઢી વચ્ચેની વિચારસરણી અને તેની વચ્ચેના અંતરની વાત સાથે આ ફિલ્મ એક મજબૂત સંદેશો પણ આપશે.

(10:02 am IST)
  • ઉત્તર પ્રદેશના દેવબંધમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા : દેવબંધમાં બાઈક સવાર બદમાશોએ ભાજપના કિશાન મોરચાના પૂર્વ જિલ્લા ઉપાધ્ય્ક્ષ ચૌધરી યશપાલસિંહની ગોળી મારીને હત્યા કરીને ફરાર : પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ access_time 1:12 am IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • શ્રીલંકામાં ધોધમાર વરસાદની આગાહી... : શ્રીલંકાના વિશાળ અનુરાધાપુરમ જીલ્લા સહિત પશ્ચિમ અને દક્ષિણના પ્રાંતોમાં ૪ ઇંચ કે તેથી વધુ વરસાદ પડવાની આગાહી થઇ છે access_time 3:26 pm IST