Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આયુષ્‍માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડ્રિમગર્લનું ટ્રેલર લોન્ચ

નવી દિલ્હી: બોલીવુડમાં યંગ જનરેશનના સૌથી સારા કલાકારોમાંથી એક આયુષ્માન ખુરાનાના ફેન્સ માટે વધુ એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે. આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મડ્રિમ ગર્લનું ટ્રેલર આજે લોન્ચ થયું છે. ફિલ્મનું ટ્રેલર જોઇ તમારો દિવસ સુધરી જશે તે નક્કી છે, પરંતુ આયુષ્માન ખુરાનાને જોઇને તમે ચોક્કસ કહેશો કે શું એક્ટર છે. ખરેખરમાં આયુષ્માન જ્યારે પણ પરદા પર આવે છે કમાલ કરી દે છે. બે મિનટનું ટ્રેલર જોઇને તમે કસમથી આખો દિવસ હસતા રહેશો અને તમારું મન વારંવાર ટ્રેલર જોવાનું થશે. જોરદાર ડાયલોગ્સ અને પરફેક્ટ કોમિક ટાઇમિંગ તેમને હસાવી હસાવીને લોટ પોટ કરી દેશે.

ડ્રિમ ગર્લના ટ્રેલરને ફિલ્મના દરેક ટીમ મેમ્બરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના એને નુસરત બરુચાની સાથે અનુ કપૂર પણ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. 7 વર્ષ બાદ ફરી એકવાર અનુ કપૂર અને આયુષ્માન ખુરાના દર્શકોને હસાવવા માટે પૂરી તૈયારીઓ સાથે આવ્યા છે.

ફિલ્મના ટ્રેલરને જોઇને લાગી રહ્યું છે કે, સ્ટોરી મથુરા શહેરના છોકરાની છે. જે એક કલાકાર છે. તેને રામાયણ અને મહાભારત જેવા કાર્યક્રમોમાં છોકરીનો રોલ પ્લે કરવા મળે છે. જેમાં તે ક્યારેક સીતા તો ક્યારેક રાધા બની જાય છે. કામના કારણે તેને એક કોલ સેન્ટરમાં છોકરીના અવાજમાં વાત કરવાના કારણે નોકરી મળી જાય છે અને ત્યારબાદ શરૂ થાય છે સ્ટોરી...

તમને જણાવી દઇએ કે, બોલીવુડની એવરગ્રીન એક્ટ્રેસ હેમા માલિનીને ડ્રિમ ગર્લના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 1977માં આવેલી ફિલ્મ ડ્રિમ ગર્લમાં હેમા માલિનીના નિવાભેલા પાત્ર પરથી તેમના ખિતાબ આપવામાં આવ્યો હતો. ઉપનામ હજી સુધી કોઇ પ્રાપ્ત કરી શક્યું નથી. પરંતુ હવે બોલીવુડે તેની નવી ડ્રિમ ગર્લને શોધી લીધી છે. એક્ટર આયુષ્માન ખુરાના ઓફબીટ ફિલ્મોનો બેતાજ બાદશાહ છે અને તે એકતા કપૂરની ડ્રિમ ગર્લ બનીને લોકોને હસાવવાની તૈયારી સાથે આવી રહ્યો છે. ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહી છે.

(4:26 pm IST)
  • અલગાવવાદી નેતાઓને ૧ વર્ષ સુધી 'અંદર' રહેવું પડે તેવી શકયતાઃ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ પામેલા અલગાવવાદી નેતાઓ વહેલી તકે છુટે તેવી શકયતા નથીઃ સંબંધિત અધિકારીઓનું માનીએ તો આ બધાને ૧ વર્ષ અંદર રહેવું પડશેઃ તંત્રએ છેલ્લા ૮ દિવસમાં ૭૦૦ લોકોની ધરપકડ કરી છે જેમાથી ૧૫૦ને દેશની વિવિધ જેલોમાં મોકલી દેવાયા છે જેમની ધરપકડ થઈ છે તેમાં ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફતી પણ સામેલ છેઃ જો કે મહેબુબાને હરિનિવાસ અને ઉમરને વન વિભાગના ગેસ્ટ હાઉસમાં રખાયા છે access_time 11:25 am IST

  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST