Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

હિમેશની ડબલ ધમાલઃ ડબલ રોલ

ઝલક દિખલા જા...એક બાર આજા આજા...ગીત સાંભળતા જ સામે હિેમશ આવી જાય છે. બોલીવૂડમાં હિપહોપ સોંગ થકી ખાસ કરીને યુવાઓને ઝૂમાવી દેનારો હિમેશ રેશમીયા ગાયક, લેખક, સંગીતકાર, ફિલ્મ નિર્દેશક અને નિર્માતા તરીકે કામ કરી ચુકયો છે. હિમેશે એક એકથી ચડીયાતા હિટ ગીતો આપ્યા છે. તો તેની અમુક ફિલ્મો પણ તેના ચાહકોને ગમી છે. તે વધુ એક ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હિર'માં આવી રહ્યો છે. આ ફિલ્મનું એક ગીત હાલમાં જ રિલીઝ થયું છે. 'હિર તું મેરી' નામનું આ રોમાન્ટીક ગીત છે. જેમાં હિમેશ અને સોનિયા માનની ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. હેપ્પી હાર્ડી એન્ડ હિર ફિલ્મના આ ગીતને હિમેશે જ સ્વર આપ્યો છે. હિમેશ અને સોનિયા વિદેશની સડકો પર રોમાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. હિમેશ બે રૂપમાં દેખાય છે એટલે કે તેનો આ ફિલ્મમાં ડબલ રોલ છે. એક રોલ સરદાજીનો અને બીજો માચોમેનનો છે. હિમેશ સાથે ગીતમાં અનુશા મનીએ અવાજ આપ્યો છે.

(10:13 am IST)