Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ટીવી અભિનેત્રી ટીનાએ કરી બોયફ્રેન્ડ સાથે સગાઇ

ટીવી અભિનેત્રી ટીનાએ સગાઇ કરી લીધી છે. 'એક ભ્રમ-સર્વગુન સંપન્ન' નામના ટવી શોમાં ઇશાની નામનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી ટીના ફિલિપએ બોયફ્રેન્ડ નિખિલ શર્મા સાથે સગાઇ કરી લીધી છે. નિખિલના શહેર દિલ્હીમાં આ સગાઇ સેરેમની થઇ હતી. આ કપલની સગાઇની અનેક તસ્વીરો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ છે. સગાઇમાં ટીનાએ આછા ગુલાબી શેડનું ગાઉન પહેર્યુ હતું. જેમાં ખુબસૂરત દેખાઇ રહી હતી. જ્યારે નિખિલે બ્લુ વ્હાઇટ વેસ્ટર્ન આઉટફિટ પહેર્યુ હતું. તસ્વીરોમાં આ કપલ અત્યંત શાનદાર દેખાઇ રહ્યું છે. ટીના અને નિખિલની મુલાકાત ટીવી શો 'એક આસ્થા ઐસી ભી'ના સેટ પર થઇ હતી. બંને વચ્ચે દોસ્તી થયા બાદ પ્રેમ થઇ ગયો હતો. આ શોમાં બંનેએ સાથે કામ કર્યુ હતું. જો કે બંનેના ઓછા દ્રશ્યો સાથે હતાં. સગાઇની વિધી પછી ટીના અને નિખિલે મોડી રાત સુધી સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. આવતા વર્ષે આ બંને લગ્ન કરી લેશે.

(10:13 am IST)