Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ફિગર જાળવી રાખવા જીમ નથી જતી, ડાન્સ કરે છે તારા

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધર યર-૨ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકેલી તારા સુતારીયા ફિટનેસની બાબતમાં પણ અવ્વલ છે. તે પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખે છે. આ કારણે જ તેનું સ્લીમ ફિટર આકર્ષણનું કારણ બને છે. જો કે તારા કદી જીમમાં જતી નથી. આમ છતાં કઇ રીતે ફિગર જાળવી રાખે છે તે બાબતે પુછાતાં તેણે કહ્યું હતું કે હું જીમમાં નથી જતી, પરંતુ ડાન્સ કરીને ફિટ રહુ છું. તારા સુતારીયા અભિનય કરવા ઉપરાંત ગાયકીમાં પણ સારી આવડત ધરાવે છે. સ્ટુડન્ટ ઓફ ધ યરમાં તેણે અનન્યા પાંડે અને ટાઇગર શ્રોફ સાથે કામ કર્યુ હતું. ફિલ્મ ભલે ખાસ ચાલી ન હોઇ પરંતુ તારાના અભિનયની ખુબ નોંધ લેવાઇ હતી. હાલમાં તારા પાસે મિલાપ ઝવેરીની મરજાવા ફિલ્મ છે. જેમાં તેની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા, રકુલપ્રિત સિંહ, રિતેશ દેશમુખ છે. બીજી એક ફિલ્મ પણ તેના હાથમાં છે.

 

(10:13 am IST)