Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એકસ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની માટે પોતાના ઘરે બર્થ-ડે પાર્ટી યોજી સલમાને

મુંબઇ : સલમાન ખાને તેની એકસ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની માટે તેના ઘરે ગેલેકસી અપાર્ટમેન્ટમાં બર્થ-ડે પાર્ટી યોજી હતી. ૯ જુલાઇએ સંગીતાનો બર્થ-ડે હતો. આ પાર્ટીમાં સલમાનની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વેન્ટુર પણ હાજર હતી. સલમાને પાર્ટીમાં ભરપુર ધમાલ મસ્તી કરી હતી. સલમાન અને સંગીતાનાં રિલેશનની ચર્ચા ખૂબ ચગી હતી. તેમનાં બ્રેક-અપ બાદ સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદીન સાથે ૧૯૯૬ માં લગ્ન કર્યા હતાં. જો કે ર૦૧૦ માં તેમનાં ડિવોર્સ થઇ ગયા હતાં. સલમાન અને સંગીતાનાં પાર્ટીનાં ફોટો સોશ્યલ મીડિયામાં છવાઇ ગયા છે. ફોટોમાં સલમાન ખાન, સંગીતા બિજલાની, યુલિયા વેન્ટુર, સાજિદ નડિયાદવાલા, મોહનીશ બહલ અને તેની વાઇફ આરતી બહલ જોવા મળી રહ્યાં છે.

(11:38 am IST)
  • રામ જન્મભૂમિ વિવાદ કેસમાં વિશેષ સુનાવણી ૨૫મીએઃ શ્રી શ્રી રવિશંકર સહિતની મધ્યસ્થી પેનલને ગુરૂવાર સુધીમાં રિપોર્ટ સોંપવા સુપ્રિમ કોર્ટનો આદેશ access_time 11:28 am IST

  • કર્ણાટક પછી હવે ગોવા કોંગ્રેસમાં જબરું બખડજંતર : ગોવા કોંગ્રેસના 10 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે. access_time 8:53 pm IST

  • ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના કાનપુર ગામના કારડીયા રાજપૂત સમાજના ડોડીયા દિલીપસિંહ જમ્મુ ખાતે શહિદ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના કાકા જોરસંગભાઇ ડોડીયા સાથે ટેલિફોનિક વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. access_time 9:07 pm IST