Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આવતા વર્ષે અક્ષયની ઇચ્છા થશે પુરી

અક્ષય કુમારની ફિલ્મ રાઉડી રાઠોડ બધા દર્શકોને ગમી હતી. ૨૦૧૨માં આવેલી  ફિલ્મ તે વખતે સુપરહિટ નિવડી હતી. બોકસ ઓફિસ પર કમાણી પણ જોરદાર કરી હતી. પ્રભુદેવા એ ફિલ્મના નિર્દેશક હતાં અને સંજય લીલા ભણશાલી નિર્માતા. હવે અક્ષય અને ભણશાલીની જોડી ફરીથી સાથે આવી રહ્યાની ચર્ચા છે. આ બંને રાઉડી રાઠોડ-૨ બનાવવાનું પ્લાનીંગ કરી રહ્યા છે. સિકવલનો વિચાર ઘણા સમયથી હતો. પણ અક્ષયના વ્યસ્ત શેડ્યુલને કારણે ભણશાલી એવું જ કહેતા આવ્યા છે કે અક્ષય પાસે સમય નથી. અક્ષયએ પણ પેડમેન ફિલ્મના પ્રમોશન વખતે સિકવલ વિશે પુછાતાં રાઉડી રાઠોડ-૨ બને  તેવી ઇચ્છા દર્શાવી હતી. અક્ષયની આ ઇચ્છા હવે પુરી થશે. રાઉડી રાઠોડ-૨નું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. હિરોઇન અને બીજા કલાકારો હવે નક્કી થશે. હાલમાં અક્ષય પાંચ ફિલ્મોના શુટીંગમાં વ્યસ્ત છે.

 

(10:13 am IST)
  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • અમિત જેઠવાની હત્યા કરનાર તમામને આજીવન કેદ : સ્વ.અમિત જેઠવા હત્યા કેસ : પૂર્વ ભાજપ સાંસદ દિનુ બોઘા અને શિવા સોલંકી સહિત તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સીબીઆઈની સ્પેશ્યલ અદાલત : અમિત જેઠવાના પરિવારને રૂ.૧૧ લાખની સહાય : દિનુ સોલંકી અને શિવા સોલંકીને રૂ. ૧૫ લાખનો દંડ access_time 12:14 pm IST