Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વેબસિરીઝમાં કલ્કી કોચલીન અને રણવીર પણ સામેલ

નેટફિલકસની ખુબ રાહ જોવાઇ રહેલી વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ-૨નું ટ્રેલર આવી ગયું છે. પહેલી સિઝનની જેમ બીજી સિઝનનું ટ્રેલર પર ખુબ ખતરનાક છે. ખૂન-ખરાબા અને ગાળો પણ ભરપુર છે. પહેલા સિઝનમાં અનેક સવાલો હતાં તેના જવાબો બીજા ભાગમાં મળવાના છે. સસ્પેન્સથી ભરપુર સેક્રેડ ગેમ્સ-૨નો પ્રિમિયર ૧૫મી ઓગષ્ટે છે. ગણેશ ગાયતોંડે એટલે કે નવાજુદ્દિન સિદ્ીકી ટ્રેલરને આગળ વધારે છે. જેમાં પ્રારંભે અગાઉની કહાની રિવાઇન્ડ કરીને દેખાડાય છે. બે મિનીટ અને દસ સેકન્ડના આ ટ્રેલરમાં નવાજુદ્દિન, સૈફ અલી ખાન અને પંકજ ત્રિપાઠી ઉપરાંત નવા કલાકારો  પણ જોવા મળે છે. આ વખતે કલ્કી કોચલીન અને રણવીર શોૈરી પણ ખાસ રોલમાં છે. વિક્રમાદિત્ય મોટવાણી અને અનુરાગ કશ્યપે નિર્દેશન કર્યુ છે.

(10:22 am IST)