Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

‘દીપવીર' ફરી એક વખત રમશે રાસલીલાઃ કપિલ દેવની બાયોપિક ફિલ્‍મ ‘83'માં રણવીર સાથે દીપિકા પણ દેખાશે

નવી દિલ્હી : દીપિકા અને રણવીર 'દીપવીર' ના ફેન્સ માટે સારા સમાચાર છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ફરીથી એકસાથે સિલ્વર સ્ક્રીન પર જોઇ શકશે. લગ્ન બાદ પહેલીવાર કોઇ ફિલ્મમાં આ જોડી પ્રથમવાર દેખાશે. ગોલીયો કી રાસલીલા, બાજીરામ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર આ જોડી ફરી એકવાર ધૂમ મચાવવા આવી રહી છે. દીપવીરની આ જોડી બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવા માટે જલ્દીથી આવી રહી છે. બંનેએ રેકોર્ડ તોડવાના વિચાર સાથે ફરી એકવાર સાથો ઓનસ્ક્રીન થવાનો નિર્ણય લીધો છે.

દીપિકા રણવીર ની ફિલ્મ '83' માં દેખાશે. સુત્રોનું માનીએ તો આ ફિલ્મમાં દીપિકાની એન્ટ્રી પાક્કી થઇ ચૂકી છે. આ ફિલ્મ અંગે જણાવતાં સુત્રો કહે છે કે, દીપિકાએ કબીર ખાનની ફિલ્મ 83 માટે ફાઇનલ કરી દીધું છે. આ ફિલ્મમાં એક મોટી સ્ટારકાસ્ટ છે અને હવે દીપિકાએ પણ આ ફિલ્મ માટે હા કરી છે.

અનુમાન લગાવાઇ રહ્યું છે કે, આ ફિલ્મમાં દીપિકા રણવીર સિંહની પત્નીનો રોલ કરી રહી છે. સુત્રોના અનુસાર, દીપિકા આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં છે કારણકે તે કપિલ દેવની પત્ની રોમી ભાટીયાનું પાત્ર નિભાવી રહી છે. ફિલ્મમાં બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ અને એમની લવ સ્ટોરી દર્શાવાઇ છે.

પોતાના પાત્રને ન્યાય આપવા માટે રણવીર ગંભીર છે અને તનતોડ મહેનત કરી રહ્યો છે. વાત પદ્માવતના અલાઉદ્દીન ખિલજીની હોય કે ગલી બોય ના મુરાદની, રણવીર પોતાને ફિલ્મના પાત્રમાં ડૂબાવી દે છે. ફિલ્મ 83 માટે પણ તે આવી જ તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં રણવીર, કલિપ દેવનું પાત્ર ભજવશે. કબીર ખાન આ ફિલ્મનું નિર્દેશન કરશે. રણવીર પહેલા જ ક્રિકેટના આ આઇકોનથી કેટલીક ટીપ્સ મેળવી ચૂક્યો છે. પરંતુ હજુ તે એમની સાથે વધુ કેટલોક સમય વીતાવવા ઇચ્છે છે.

(5:37 pm IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST