Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ન્યુયોર્કમાં પોતાનો 31મોં બર્થડે ઉજવશે વિક્કી કૌશલ

મુંબઈ: એક પછી એક સતત ચાર હિટ ફિલ્મો આપી ચૂકેલો અભિનેતા વીકી કૌશલ ગુરુવારે ૧૬મી મેએ ન્યૂયોર્કમાં પોતાનો બર્થ ડે ઊજવશે.હાલ વીકી અમેરિકામાં  બે સપ્તાહના બર્થ ડે સેલિબ્રેશન વેકેશન પર છે. એની છેલ્લી ચારે ચાર ફિલ્મો હિટ નીવડી હતી જેમાં મેઘના ગુલઝારની રાઝી, રાજકુમાર હીરાણીની સંજુ, અનુરાગ કશ્યપની મનમર્ઝિયાં અને આદિત્ય ધરની ઊરીઃ સર્જિકલ સ્ટ્રાઇકનો સમાવેશ થયો હતો. સ્વાભાવિક રીતેજ ચાર ચાર હિટ ફિલ્મો આપ્યા પછી વીકીની ડિમાન્ડ રાતોરાત વધી હતી તેમ વીકીએ પોતાની ફીમાં પણ સારો એવો વધારો કર્યો હતો.જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ન્યૂયોર્કથી બે કલાકના કાર માર્ગે આવેલા વિસ્તારમાં વીકીએ એક વીલા ભાડે રાખ્યો છે જ્યાં એની સાથે ભણી ચૂકેલા દોસ્તો બોસ્ટન અને ન્યૂ જર્સીથી આવી રહ્યા છેબર્થ ડે પાર્ટી નિમિત્તે વીકી દોસ્તો સાથે એમના માનીતા ફૂડ જોઇન્ટ્સમાં ખાવા પીવા ઉપરાંત બ્રોડવેમાં એક નાટક જોવાનો પ્રોગ્રામ પણ બનાવી ચૂક્યો છે.વીકીએ એક નાઇટ જાઝ ક્લબમાં સંગીતની મોજ પણ માણી હતી અને કેટલાક આઇસક્રીમ પાર્લરમાં આઇસક્રીમની વેરાયટી પણ ટેસથી ખાધી હતી.

(5:15 pm IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST