Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઇન્સ્ટાગ્રામમાં પ્રિયંકાના અધધ.... ચાર કરોડથી વધુ ફોલોઅર્સ

પ્રિયંકાએ ચાહકોનો માન્યો આભારઃ દિપિકા બીજા સ્થાને

 મુંબઇઃબોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅસ ધરાવતી અભિનેત્રી બની ગઇ છે.  બોલિવુડની વધારે ફિલ્મો કરી રહી નથી પરંતુ આ અભિનેત્રીના સૌથી વધારે ફોલોઅર્સ તરીકે રહેલા છે. તેના ફેન ફોલોઇંગની સંખ્યા ચાર કરોડ સુધી પહોંચી ગઇ છે.   સેલિબ્રેટ કરવા માટે   ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ વિડિયોમાં પ્રિયંકા ચોપડાએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. હાલમાં તે અનેક બોલિવુડ અને હોલિવુડ પ્રોજેક્ટ હાથ  છે. વિડિયોમાં પ્રિયંકા ચોપડાએ ચાહકો માટે ખાસ સંદેશ પણ લખ્યો છે. ફેન્સનો આભાર માનીને પોતાના ઇન્સ્ટાગ્રામ ફેમિલીના દરેક સભ્યને  કેટલીક બાબત રજૂ કરવાની ખાતરી આપી છે.  બીજા નંબરે  દિપિકા છે. જેના ઇન્સ્ટાગ્રામ પણ કરોડો ફોલોઅર્સ છે. દિપિકા અને પ્રિયંકા ચોપડા બંને બોલિવુડમાં હાલમાં પહેલાની જેમ કામ કરી  રહી નથી.  એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડની સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી હસ્તી તરીકે હોલિવુડ પોપ સ્ટાર એરિયાના ગ્રાન્ડ છે. આ સ્ટારના ૧૫ કરોડથી વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર છે. પ્રિયંકા ચોપડા પણ ફોલોઅર્સના મામલે ઝડપથી આગળ વધી રહી છે. પ્રિયંકાએ થોડાક સમય પહેલા નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા.

(3:30 pm IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST