Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

દિવસની શરૂઆત પૂજાપાઠથી કરે છે અંગૂરી ભાભી

કોમેડી ટીવી શો 'ભાભીજી ઘર પે હૈ'માં અંગૂરી ભાભીનો રોલ નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી શુભાંગી અત્રેએ તાજેતરમાં ૧૧ એપ્રિલના રોજ પોતાનો ૩૮મો જન્મદિવસ ઉજવ્યો હતો. ઇન્દોરમાં જન્મેલી શુભાંગી શોમાં હમેંશા પારંપરિક પોષાકમાં જોવા મળે છે. પરંતુ તે અસલી જિંદગીમાં એકદમ બોલ્ડ છે. શુભાંગીએ કારકિર્દીની શરૂઆત પોતાના લગ્ન પછી ૨૦૦૬માં કરી હતી. તેને સોૈથી પહેલા એકતા કપૂરના શો કસોટી જિંદગીમાં  રોલ મળ્યો હતો. અભિનય કારકિર્દી શરૂ કર્યા પછી તે ઇન્દોરથી મુંબઇ આવી હતી. હાલમાં તે મુંબઇમાં પતિ પિયુષ અને બાર વર્ષની દિકરી આશી સાથે રહે છે. શુભાંગી પોતાના દિવસથી શરૂઆત પૂજાપાઠથી કરે છે. તે દહિસરમાં રહે છે. અહિથી નાયગાંવ સ્થિત શોના સેટ પર પહોંચવા માટે તેને ચાલીસ મિનીટ લાગે છે. શુભાંગીને ઘરની બાલકનીમાં બેસવું ગમે છે. તેમજ સફર કરતી હોય ત્યારે ગીતો સાંભળવાનો શોખ છે. ૨૦૦૩માં મિસ મધ્યપ્રદેશનો ખિતાબ પણ તેણે જીત્યો હતો. (૧૪.૨૧)

(9:37 am IST)