Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

હવે પીએમ નરેન્દ્ર મોદી પર બનશે વેબ સિરીઝ..

મુંબઈ: નરેન્દ્ર મોદી પર હાલમાં એક ફિલ્મ બની રહી છે, જેમાં વિવેક ઓબેરોય લીડ રોલ કરી રહ્યો છે. એ સાથે ‘ઓહ માય ગોડ’ના નિર્દેશક  ઉમેશ શુક્લા એક વેબ સિરીઝ બનાવી રહ્યા છે, જેનું નામ ‘મોદી’ રાખવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ દસ ભાગમાં હશે. આ PMની એક પ્રકારની બાયોપિક હશે, જેમાં રાજકીય જીવનમાં આવતાં પહેલાંથી લઈને વડા પ્રધાન બનવા સુધીની યાત્રા બતાવવામાં આવશે. આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર બહાર પાડી દેવામાં આવ્યું છે.  વેબ સિરીઝમાં નરેન્દ્ર મોદીનું કિરદાર અલગ અલગ સમયે અલગ કલાકાર નિભાવશે. ફૈસલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુર વડા પ્રધાન મોદીના અલગ અલગ સમયનું પાત્ર ભજવશે.

(5:20 pm IST)