Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ધોની જે રીતે પોતાની પુત્રીનું ધ્યાન રાખે છે તે મને ખૂબ ક્યુટ લાગે છેઃ સની લિયોની

નવી દિલ્હીઃ બોલીવુડમાં પોતાના ડાન્સ નંબર્સ અને ફિલ્મોના માધ્યમથી ખાસ જગ્યા બનાવનારી અભિનેત્રી સની લિયોનીને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ખૂબ પસંદ છે. સનીનું કહેવું છે કે માહી એક ફેમેલી મેન છે અને તેની આ વાતે અભિનેત્રીનું દિલ જીતી લીધું છે. સનીએ આ વાત એક લોન્ચ દરમિયાન કહી હતી. મહત્વનું છે કે સનીએ આ દરમિયાન પોતાના પરિવાર અને કામ વિશે પણ ચર્ચા કરી હતી.

મહેન્દ્ર સિંહ ધોની વિશે વાત કરતા સનીએ કહ્યું કે, ધોની જે રીતે પોતાની પુત્રીનું ધ્યાન રાખે છે અને તેની સાથે સમય પસાર કરે છે, ત મને ખુબ ક્યૂટ લાગે છે. સની આગળ કહ્યું કે, માહીની  તેની પુત્રી સાથેના ફોટો જોયા છે અને તે પ્રેમાળ છે.

મહત્વનું છે કે, હાલમાં સની બે ટીવી શોમાં કામ કરી રહી છે અને આ સાથે તેની પાસે એક હિન્દી ફિલ્મ પણ છે જેનું પ્રોડક્શન તેના પોતાના બેનર હેઠળ થઈ રહ્યું છે. આ સિવાય સની સાઉથની બે ફિલ્મો પર પણ કામ કરી રહી છે.

બોલીવુડ અને નાના પડદા સિવાય સની ડિઝિટલ ડેબ્યૂ પણ કરી ચુકી છે. સનીએ પોતાની લાઇફ પર બનેલી વેબ સિરીઝમાં પોતે કામ કર્યું છે. સનીની બાયોપિક Zee5 પર પ્રસારિત થઈ ગઈ હતી. મોટા પડદાની વાત કરીએ તો સનીએ બે વર્ષ પહેલા અરબાઝ ખાનની સાથે ફિલ્મ 'તેરા ઇંતજાર'માં કામ કર્યું હતું.

(4:58 pm IST)
  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • સૌરાષ્ટ્ર વેપારી મંડળનો ચાઈના સામે રોષ : ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગણી : મસૂદ માટે ચાઈના દ્વારા વિટો પાવરના ઉપયોગ બાદ દેશમાં વેપારીઓમાં ચાઈના સામે જોવા મળતો રોષ : 'વેપાર પછી પહેલા દેશ' સૂત્ર અપાયુ access_time 6:14 pm IST

  • સાણંદ, કડી, કલોલના ખેડૂતોએ પાણી પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી : 'પાણી નહિં, તો મત નહિં'ના નારા લગાવ્યા : ૪૦ ગામના ખેડૂતોમાં ફેલાયો રોષ access_time 6:14 pm IST