Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

યોગ્ય પાત્રની રાહ જૂએ છે મૌની રોય

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી મૌની રોયએ બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. તેની બીજી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર (રો) પણ રિલીઝ થવાની છે. જેમાં જ્હોન અબ્રાહમ મુખ્ય રોલમાં છે. મૌની પોતાની અંગત જિંદગીને કારણે સતત ચર્ચામાં રહે છે. પહેલા તેનું નામ દેવો કે દેવ મહાદેવમાં શંકર ભગવાનનો રોલ કરનારા મોહિત રૈના સાથે જોડાયું હતું. પણ બાદમાં બંને અલગ થઇ ગયાની ચર્ચા હતી. મૌનીએ તાજેતરમાં કહ્યું હતું કે જે લોકો મને જાણે છે તેને ખબર જ છે કે હું સિંગલ છું. મારી પાસે સમય નથી એ કારણે હું સિંગલ છું એવું નથી, પરંતુ હું યોગ્ય પાત્રની રાહ જોઇ રહી છું. હું ગમે તેની સાથે ડેટીંગ કરી શકુ નહિ. હું ફિલ્મોની આભારી છું કે મારા માટે જિંદગીનો નવો રસ્તો ખોલ્યો છે. હું ફિલ્મોમાં સો ટકા મહેનત કરીશ.

(9:56 am IST)