Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ખુબ ડરામણો અને ખતરનાક રોલ મળ્યો ગુલશન ગ્રોવરને

બોલીવૂડમાં એક સમયે વિલનનું નામ પડતાં જ જે ચહેરાઓ સામે આવી જતાં તેમાં બેડમેન...એટલે કે ગુલશન ગ્રોવરનું નામ પણ ટોચ પર હતું. લાંબા સમય પછી ગુલશન સંજય દત્ત અને આલિયા ભટ્ટની 'સડક-૨' થકી ફરી નેગેટીવ રોલમાં જોવા મળશે. ગુલશને કહ્યું હતું કે સદાશીવ અમરાપુરકર કરતાં આ રોલ તદ્દન અલગ જ છે. મારું પાત્ર ખુબ જ

મજેદાર, ડરામણું, ખતરનાક અને સ્ક્રિપ્ટ મુજબ કહુ તો ખુબ જ ખાસ છે. સડક-૨ આવતા વર્ષે ૨૫ માર્ચ ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે. સંજય દત્ત, આલિયા ભટ્ટ સાથે સિધ્ધાર્થ રોય કપૂર પણ મહત્વના રોલમાં છે. તેની અને આલિયા ભટ્ટની જોડી ફિલ્મમાં જોવા મળશે. સડક ફિલ્મ જે તે વખતે આવી ત્યારે સંજય દત્ત અને પૂજા ભટ્ટની મુખ્ય ભૂમિકા હતી. આ સુપરહિટ ફિલ્મની હવે સિકવલ બની રહી છે.

(10:02 am IST)