Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઉર્વશીની હોટ-હોટ તસ્વીરો થઇ વાયરલ

ખુબ જ હોટ અને ખુબસૂરત હોવા છતા઼ ઉર્વશી રૌતેલાને બોલીવૂડમાં જોઇએ તેવી સફળતા મળી નથી. મોટા બેનર અને મોટા સ્ટાર સાથે તેની એકપણ ફિલ્મ નથી. જો કે તે સોશિયલ મિડીયા થકી સતત ચર્ચા જગાવતી રહે છે. હાલમાં જ ઉર્વશીએ હોટ-હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. મેકિસમ નામના મેગેજીનના માટેના ફોટોશૂટમાં તેની કાતીલ અદા જોવા મળી છે. આ તસ્વીરો ખુબ વાયરલ થઇ છે. ચાહકોએ ઉર્વશીની આ તસ્વીરોનું જબરદસ્ત સ્વાગત કર્યુ છે. દરેક ફોટમાં ઉર્વશીએ અલગ-અલગ સ્ટાઇલ અપનાવી છે. કયાંક નહાતી દેખાય છે તો કયાંક વ્હાઇટ આઉટફિટ સાથે જોવા મળી રહી છે. ઉર્વશીએ ૨૦૧૩માં ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટ થકી કારકિર્દી શરૂ કરી હતી. જેમાં તેનો હીરો સન્ની દેઓલ હતો. એ ફિલ્મ નિષ્ફળ નિવડતાં ઉર્વશીને ફટકો પડ્યો હતો. ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સનમ રે જેવી ફિલ્મો ઉપરાંત સારા જમાના...ગીત થકી ઉર્વશી ચર્ચામાં આવી હતી.

(10:01 am IST)