Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

હિમાની શિવપુરીને કોમેડી શોમાં સાસુનો મુખ્ય રોલ મળ્યો

હિમાની શીવપુરીના નામનો ડંકો દિલ્હીથી લઇને મુંબઇ સુધી વાગે છે. દેહરાદૂનમાં હિન્દી અધ્યાપકને ત્યાં જન્મેલી હિમાનીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અવ્વલ સ્ટુડન્ટ રહી ચુકી છે. ફિલ્મો અને ટીવી ક્ષેત્રે તણે ખુબ કામ કર્યુ છે.

એક સમય એવો હતો કે યશરાજ ફિલ્મ્સ અને ધર્મા પ્રોડકશનની કોઇપણ ફિલ્મ હોય તેમાં કાસ્ટીંગ ડિરેકટરના ટોપ પાંચ આર્ટિસ્માં હીમાનીનું નામ સામેલ રહેતું જ હતું. હિમાનીના પતિ જ્ઞાન શિવપુરીનું તેર વર્ષ પહેલા અવસાન થયું ત્યારે હિમાનીએ કામ કરવાનું છોડી દઇ દિકરા પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ હતું. વચ્ચે તે ફિલ્મો અને ટીવી શો કરતી હતી. હવે તેને એક સિરીયલમાં લાંબા સમય પછી મોટો રોલ મળ્યો છે. આ શોનું નામ 'ગઝબ સાસ કી ગઝબ બહૂ' એવું છે. નાગિન, નઝર અને ડાયનના યુગમાં આ શો દર્શકોને ખુબ હસાવશે તેવું હિમાની કહે છે.

(9:40 am IST)