Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

દસ વર્ષ બાદ શાહરૂખ અને બિગ બી સાથે કામ કરશે?

મુંબઇ તા.૬: શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન બહુ જલ્દી સાથે દેખાશે એવી ચર્ચા ચાલી રહી છે. 'બદલા' એક મર્ડર-મિસ્ટરી ફિલ્મ છે. જેમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને શાહરૂખ દ્વારા પ્રોડયુસ કરવાની જાહેરાત કરવામાં આવી હોવાથી એવી ચર્ચા ચાલી રહી છે કે તે એમાં નાનકડી ભૂમિકામાં જોવા મળશે. તેમણે છેલ્લે ૨૦૦૮માં આવેલી 'ભૂતનાથ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું બીજું શેડયુલ ડીસેમ્બરના ત્રીજા વિકમાં મુંબઇમાં આવેલા ફિલ્મસિટીમાં શરૂ કરવામાં આવશે. શાહરૂખની 'ઝીરો' ર૧ ડીસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની રિલીઝ બાદ તે 'બદલા'નું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં તે તાપસીના પતિના રોલમાં જોવા મળશે. આ પહેલાં નાનકડી ભૂમિકા હતી, પરંતુ શાહરૂખ કરી રહ્યો હોવાથી એને થોડી વધારવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.(૧.૪)

(9:55 am IST)