Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

નિરજ પાંડેની ફિલ્મ માટે આમિર ખાન થયો તૈયાર

આમિર ખાનની ફિલ્મની દર્શકો ખુબ રાહ જોતા રહે છે. જો કે છેલ્લે આવેલી ૧૫૦ કરોડના ખર્ચથી બનેલી ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ફલોપ નિવડતાં આમિરે સમગ્ર જવાબદારી પોતાના પર સ્વીકારી હતી. હાલમાં તે ફિલ્મ ફલોપ થવાનું વિશ્લેષણ કરી રહ્યો છે. તે દિપીકા-રણવીરસિંહના રિસેપ્શનમાં પણ હાજર રહ્યો નથી. તે પોર્ટુગલમાં છે અને સાથે છ સ્ક્રિપ્ટ થલઇ ગયો છે. જેમાંથી તેને નિર્માતા નિરજ પાંડેની ફિલ્મ વિક્રમ વેધાની કહાની ખુબ જ પસંદ પડી છે. નિરજે સાઉથની આ સુપરડુપર હિટ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મમાં આમિર વિક્રમનો રોલ નિભાવવા તૈયાર થયો છે. ફિલ્મમાં વિલનની યાત્રા કનપુરથી લખનોૈ અને ત્યાંથી કોલકત્તા સુધી પહોંચે છે તેવું દેખાડાશે. વિજય સેતુપતિએ મુળ ફિલ્મમાં રોલ નિભાવ્યો હતો તે આમિર ખાન નિભાવશે. બીજા રોલનો ખુલાશો હવે પછી થશે. આમિરે વેધાના રોલ માટે રણબીર કપૂરનું નામ સુચવ્યું છે. નિર્દેશનનું કામ મુળ ફિલ્મ કરનાર પુષ્કર અને ગાયત્રી જ સંભાળશે.

(9:42 am IST)