Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અક્ષય કુમાર માટે આ દેશના રાજાના ભાઈ પર થયો કેસ!

લંડન: બોલિવૂડ સ્ટાર્સના ફેન ઈજિપ્તના એક વ્યાપારીએ બેહરીનના શાહી ખાનદાન સાથે સંબંધ ધરાવનારા એક શેખ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. વ્યાપારીએ આશરે 4 કરોડ 25 લાખ ડૉલરના વળતરનો દાવો કર્યો છે. આ બાબતે હવે યુનાઈટેડ કિંગડમ હાઈકોર્ટમાં આગામી સપ્તાહથી સુનવણી શરૂ થશે.

બહેરીનના કિંગના પિતરાઈ ભાઈ પર ઈજિપ્તના અહમદ અદેલ અબ્દુલ્લા અહમદે આરોપ લગાવ્યો છે કે. શેખ લંડનમાં 2015માં તેના સાથે થયેલા એક કરારમાંથી પલટી ગયો છે. અહમદે દાવો કર્યો છે કે, શેખે તેની કંપની CBSC ઈવેન્ટ્સ સાથે વિધિવત કરાર કર્યો હતો કે, તે બોલિવૂડના તે નામચિહ્ન 26 લોકો સાથે તેની પ્રાઈવેટ મિટિંગ કરાવી શકે છે જે તેને ગમે તે.

અહમદે કહ્યું કે, શેખે મુંબઈ અને દુબઈમાં સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીર સિંહ અને આદિત્ય રૉય કપૂર સાથે તેની મુલાકાત કરાવી અને તેના બદલામાં 30 લાખ અમેરિકન ડૉલર વસૂલ્યા. શેખે ત્યારબાદ કરાર તોડી નાખ્યો અને બે અન્ય સ્ટાર અક્ષય કુમાર અને આમિર ખાન સાથે મુલાકાત કરાવવાના વાયદાથી ફરી ગયો આનાથી અહમદના બિઝનેસને નુકસાન થયું છે.

શેખે પોતાના બચાવમાં કહ્યું કે, તે આ કરારમાંથી એટલે બહાર આવી ગયો કેમ કે, અહમદે તેના પર ગેરવ્યાજબી દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તે એવી મુલાકાતો માટે કહેવા લાગ્યો જે શક્ય નહોતી. ઉલ્લેખનીય છે કે, યૂકેની કોર્ટમાં મૌખિક કરાર અંગે પણ સુનવણીની જોગવાઈ છે.

(4:17 pm IST)
  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST

  • મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી શશાંક દિલ્હી રવાના : ચૂંટણી પંચે સમન્સ પાઠવતા નવી દિલ્હી જવા મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ,બી શશાંક દિલ્હી દોડ્યા : બિન સરકારી સંસ્થાને શશાંકને હટાવાની માંગ કરી રહ્યાં છે access_time 12:12 am IST

  • વડોદરા શહેરમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીના ગુન્હામાં સિકલીગર ગેંગને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ : વડોદરા શહેરમાં છેલ્લા સાત મહિનામાં 20થી વધુ ઘરફોડ ચોરીને સિકલીગર ગેંગે અંજામ આપ્યો હતો : દિવાળીના તહેવાર સમયે વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા.. access_time 11:50 pm IST