Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ

મુંબઈ :નવરાત્રિ શુભ દિવસો દરમિયાન એક્ટર રાજપાલ યાદવને ત્યાં લક્ષ્મીનું અવતરણ થયુ છે.અભિનેતા રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે દિકરીને જન્મ આપ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવ પહેલેથી જ એક દિકરીના પિતા છે. ત્યારે હવે તે બીજી દિકરીના પિતા બન્યા છે. રાજપાલે તેની મોટી દિકરીનો ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યુ છે, મારી નાનકડી દિકરી હવે બહેન બની ગઈ છે.

(1:35 pm IST)