Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કાજોલની ફિલ્મ 'હેલિકોપ્ટર એલા' આવે છે ૧૪ સપ્ટેમ્બરે

અજય દેવગણના બેનર તળે બનેલી ફિલ્મ 'હેલિકોપ્ટર એલા' ૧૪ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. અજય આ ફિલ્મનો નિર્માતા બન્યો છે. આ ફિલ્મ આનંદ ગાંધીના ગુજરાતી નાટક 'બેટા કાગડો' પરથી બનાવાઇ છે. આ ફિલ્મમાં કાજોલના દિકરાનો રોલ રિધ્ધી સેન નિભાવશે. ફિલ્મના બે પોસ્ટર રિલીઝ થઇ ગયા છે. જેમાં કાજોલનો લૂક જોવા મળે છે. તે આ ફિલ્મમાં સિંગલ મધરની ભૂમિકામાં છે. તે એવી મહિલા છે જેની ઇચ્છા ગાયિકા બનવાની છે. નેહા ધુપિયા પણ ખાસ રોલમાં છે. દિકરાનો રોલ નિભાવનાર રિધ્ધી સર્વશ્રેષ્ટ રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર વિજેતા રહી ચુકયો છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રદિપ સરકારે કર્યુ છે. ફિલ્મનું પોસ્ટ મજેદાર છે, જેમાં કાજોલે દિકરાને કઠપુતળી બનાવી રાખ્યો છે અને તેની દોરી તેના હાથમાં દેખાઇ રહી છે.

(9:31 am IST)