Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રક્ષાબંધનની રાહ જોઈ રહી છે જ્હાન્વી : પહેલીવાર ભાઈ અર્જુનને બાંધશે રાખડી

મુંબઈ :બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર રક્ષાબંધનના તહેવારની આતુરતાથી રાહ જોઈ રહી છે આ વર્ષે પહેલીવાર તે અને ખુશી પોતાના ભાઈ અર્જુનને રાખડી બાંધશે.

  જાહ્નવીએ કહ્યું હતું કે, આ વર્ષે રક્ષાબંધનની આતુરતાથી રાહ જોઈ રહી છું કારણકે પહેલીવાર અર્જુન ભાઈને રાખડી બાંધીશ. પાછલા થોડાક મહિનાઓમાં તેમણે જે રીતે અમને હિંમત આપી છે, અમારા માટે ઘણી મોટી વાત છે.

 તેમણે અમને જે આપવાનું હતું, તેના કરતાં ઘણું વધારે આપી દીધું છે. માના મૃત્યુ પછી જે કપરો સમય હતો, તેમાં અમારો આખો પરિવાર એક થઈ ગયો.

(1:00 pm IST)