Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ડિસેમ્બરમાં ધમાકો કરવા તૈયાર છે રણવીરસિંહ

નિર્દેશક રોહિત શેટ્ટી રણવીરસિંહને લઇને સિમ્બા ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીરનો જબરદસ્ત લૂક છે. રણવીરની બોડી જોઇને દર્શકો સિંઘમ પણ ભુલી જશે. આ ફિલ્મ ૨૮મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સિમ્બા ભરપુર મસાલેદાર ફિલ્મ છે. રણવીરસિંહ પોલીસ અધિકારીના રોલમાં છે. આ માટે તેણે ખાસ બોડી બનાવી છે. રણવીર તેની બીજી ફિલ્મો કરતાં આ ફિલ્મમાં વધુ દબંગ લૂકમાં જોવા મળશે. રોહિતે કહ્યું હતું કે રણવીરને આ રીતે આજ સુધી કોઇએ જોયો નહિ હોય. રણવીરે પણ અગાઉ આ ફિલ્મ જેવી એકશન કરી નથી. રોહિતે તો ત્યાં સુધી કહ્યું હતું કે રણવીર ન હોત તો તેણે સિમ્બા બનાવવાનો વિચાર જ ન કર્યો હોત. સિમ્બા આ વર્ષની વધુ એક સુપરહિટ બની જાય તેમ છે.

(10:21 am IST)