Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઐશ્વર્યાએ સાસુ-સસરાની 45મી વેડિંગ એનિવર્સરી પર આપી ખાસ શુભેચ્છા: ફેન્સે કહ્યું પરફેક્ટ બહુ :પણ અભિષેક કેમ નથી

 

મુંબઈ ::બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પત્ની જયા બચ્ચનની 45મી એનિવર્સરી પર વહુ ઐશ્વર્યા રાય બચ્ચને તેને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરી છે. ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યા પછી પહેલીવાર સ્પેશિયલ ડે પર ઐશ્વર્યાએ સાસુ-સસરાને વિશ કર્યું હતું.જોકે તેમાં અભિષેકની કમી પણ ફેન્સે નોંધ લીધી હતી 

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની 45મી એનિવર્સરી પર ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી એક ખાસ મેસેજ આપ્યો હતો. ઐશ્વર્યાએ એક તસવીર સાથે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આપ્યો હતો. તસવીરમાં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે દીકરી આરાધ્યા અને જયા-અમિતાભ પણ જોવા મળે છે.

 ઐશ્વર્યાએ તસવીર પોસ્ટ કરતાં કેપ્શનમાં એશે લખ્યું હતું કે,’હેપ્પી એનિવર્સરી મા અને પા. લવ, હેલ્થ એન્ડ હેપિનેસ, ઓલ્વેઝ ગોડ બ્લેસઐશ્વર્યાની પોસ્ટ જોયા પછી ફેન્સે ઐશ્વર્યા રાય બચ્ચનને પર્ફેક્ટ વહુ કહી હતી. દરમિયાન અનેક યુઝર્સે એશને સવાલ પણ પૂછ્યા હતાં કે શા માટે અભિષેક જોવા નથી મળી રહ્યો.

   ઐશ્વર્યાએ તસવીર શૅર કરતાં કેટલાક યુઝર્સે સવાલ પણ ઉઠાવવાના શરુ કર્યાં હતાં. કેટલાક યુઝર્સે પૂછ્યું હતું કે,’એશ શા માટે પતિ સાથે તસવીર શૅર નથી કરતી?’ અમિતાભ બચ્ચને પણ ટ્વિટર એકાઉન્ટ પરથી તેમની એનિવર્સરી પર વિશ કરનારનો આભાર માનતાં ટ્વીટ કરી હતી કે, ‘Amitabh bachchan, jaya bachchan, Big B wedding anniversary, bollywood, entertainment’

  અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર તેમજ બ્લોગ પર એક્ટિવ જોવા મળે છે, જોકે, મામલે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ખાસ એક્ટિવ નહોતાં. તાજેતરમાં ઐશ્વર્યા રાયે સોશિયલ મીડિયા પર ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. ઐશ્વર્યા અવારનવાર પોસ્ટ કરીને ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે.

(10:33 pm IST)
  • જમ્મુ કશ્મીરઃ શોપીયામાં આતંકીઓએ ગ્રેનેડ ફેકી પોલીસ પર કર્યો હુમલો છેલ્લા ૪ દિવસમાં ૧૦ ગ્રેનેડ હુમલામાં ૧ મહિલાનું મોત ૫ લોકો ઘાયલ access_time 3:56 pm IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ :બદલાપૂર,ડોમ્બિવલી,વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST