Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ફિલ્મ સુપર ૩૦નું શૂટિંગ થયું પૂર્ણ

મુંબઇ:અભિનેતા રિતિક રોશને પોતાની આગામી ફિલ્મ સુપર ૩૦નું શૂટિંગ આટોપી લીધું હોવાની જાણકારી મળી હતી. પોતાને સહકાર આપનારા સમગ્ર યુનિટને એણે વસ્ત્રોની ભેટ આપી હતી એવી જાણકારી પણ મળી હતી.બિહારના ગરીબ અને ગણિતના વિષયમાં નબળા ટીનેજર્સને  આઇઆઇટીમાં એડમિશન મળતું નહોતું તેથી એક ગણિતજ્ઞા આનંદકુમારે આવા ટીનેજર્સને ગણિતના વિષયમાં નિપુણ બનાવવાનું બીડું ઝડપી લીધંુ હતું. હવે બિહારના ટીનેજર્સ પણ ગણિતથી ડરતા નથી. એની કામગીરીની બિહાર રાજ્ય સરકારે પણ નોધ લીધી હતી.

આનંદ કુમારની બાયો-ફિલ્મને સુપર ૩૦ નામ આપવામાં આવ્યું હતું અને એની ભૂમિકા માટે રિતિક રોશનને પસંદ કરાયો હતો.રિતિકે પટણાની મુલાકાત લીધી હતી અને આનંદ કુમાર જ્યાં રહેતા હતા તથા જ્યાં ગણિતના વર્ગો લેતા હત બધા સ્થળોની પણ મુલાકાત લીધી હતી. સાથોસાથ રિતિકે પોતાનું વજન સારું એવું ઊતારીને આનંદ કુમાર જેવા દેખાવા પાતળા થવાનું સ્વીકાર્યું હતું.શૂટિંગ પૂર્ણ થતાં રિતિકે પોતાની એચઆરએક્સ બ્રાન્ડનાં વસ્ત્રો સમગ્ર યનિટને ભેટ આપતાં યુનિટના સભ્યો ખુશ થઇ ગયા હતા.રિતિકે પહેલેથી ગિફ્ટ પેકિંગ કરાવીને તૈયાર રાખેલા પેકેટ્સ સૌને પોતાના હાથે વહેંચી દીધા હતા.

(3:40 pm IST)
  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST