Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગીતના શબ્દો સેક્સી હોઇ શકે પરંતુ વલ્ગર ન હોવા જોઈએ: આશા ભોંસલે

મુંબઇસિનિયર ગાયિકા આશા ભોંસલેએ કહ્યું હતું કે ગીતના શબ્દો સેક્સી હોઇ શકે પરંતુ દ્વિઅર્થી કે વલ્ગર હોય તો ચાલે. હું એવા ગીતો ગાવામાં માનતી નથી.સંગીતકાર નીતિન શંકર માટે વ્હૉટ્સ એપ નામની આગામી ફિલ્મ માટે ગીત ગાવા સંમત થયેલી આશાએ કહ્યંુ કે મેં અને આરડી બર્મને લગભગ ત્રીસ વર્ષ પહેલાં નીતિનને પહેલી તક આપી હતી. જો કે પહેલાં હું એને મળી પણ નહોતી. માત્ર એટલી જાણ હતી કે ટોચનો પર્કશનિસ્ટ છે. એની સંગીત પ્રતિભાનો ખ્યાલ આવતાં અમે એને આગળ વધવાની તક આપી હતી. એની પ્રગતિ અમે જોઇ છે અને હવે એના સંગીતમાં હું ફરી પોપ અને ટીનેજર્સને ગમે એવાં ગીતો ગાવા તૈયાર થઇ છું. મને વલ્ગર ગીતો ગમતાં નથી તેમ દ્વિઅર્થી ગીતો ગાવાની પણ મારી તૈયારી હોતી નથી. માત્ર પૈસા માટે હવે હું બાંધછોડ કરતી નથી. ઘણું કમાઇ લીધું અને ઘણું નામ મેળવી લીધું.તેમણે વધુમાં કહ્યું કે મેં આજે વ્હૉટસ્ એપ ફિલ્મનું એક ગીત રેકોર્ડ કર્યું. શબ્દો પણ મજાના છે અને તર્જ પણ સરસ રહી. ટૂંક સમયમાં હું ફિલ્મના મરાઠી વર્ઝનનું ગીત રેકોર્ડ કરવાની છું. મને આજે પણ ગાવામાં આનંદ આવે છે. ટીનેજર્સ ખુશ થાય એવાં ગીતો ગાવામાં મને આનંદ આવે છે. જો કે હિન્દી ગીતના શબ્દો જેવા પાવરફૂલ છે એવું મરાઠી રૃપાંતર પણ હોવું જોઇએ.

(3:38 pm IST)
  • હવે પંજાબ નેશનલ બેંક અને ICICIના ગ્રાહકોને પણ લોન પર વધુ વ્યાજ ચૂકવવુ પડશે કેમ કે, એસબીઆઈ બાદ હવે પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈએ પણ પોતાના વ્યાજદરોમાં વધરો કરી દીધો છે. આઈસીઆઈસીઆઈએ 5 વર્ષ માટે પોતાના લેંડિંગ રેટને 10 બેઝિઝ પોઈન્ટ્સ વધારતા 8.70 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે લોન 3 મહિના માટે હશે તો વ્યાજદરમાં ફેર નહિ પડે. access_time 12:22 am IST

  • કરોડાના કૌભાંડી ભદ્રેશ મહેતાની તબિયત લથડી: છાતીમાં દુઃખાવાની ફરીયાદ બાદ સિવિલ હોસ્પિટલના આઇસીયુંમાં દાખલ access_time 3:55 pm IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST