Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

શાહિદ પોતાના બીજા બાળકના જન્મ માટે લેશે એક મહિનાની પેટરનીટિ લીવ

મુંબઈ: બોલીવુડ કલાકાર શાહિદ કપુર બોલીવુડમાં પિતા બનનાર તમામ કલાકારો માટે એક નવો ટ્રેંડસેટર બનવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શાહિદ પોતાના બીજા બાળકના જન્મ માટે એક મહિનાની પેટરનીટિ લીવ લેશે. આપને જણાવી દઈએ કે, શાહિદ કપુર અને મીરા રાજપુત થોડા મહિનામાં પોતાના બીજા બાળકના પેરેન્ટ્સ બનશે. 

 

પહેલા શાહિદને મીરા સાથે બેબીમૂન કેન્સલ કરવુ પડયુ હતું. કારણકે તેની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુના શુટિંગમાં મોડુ થઈ રહ્યુ હતુ અને તેને પોતાની આગામી ફિલ્મ અર્જુન રેડ્ડીની તૈયારી પણ કરવાની હતી. પરંતુ હવે નક્કી થઈ ગયુ છે કે બાળકના જન્મ પર શાહિદ એક મહિનાની પેટરનીટી લીવ લેશે. મીરા સપ્ટેમ્બર સુધી બાળકને જન્મ આપી શકે છે. દરમિયાન શાહિદ કપુર બાળક અને તેની માતા સાથે રહેવા માંગે છે અને પોતાના પરિવારને સમય આપવા માંગે છે. 
રજાઓથી પરત ફર્યા બાદ તે પોતાની ફિલ્મ અર્જુન રેડ્ડીના શુટિંગમાં વ્યસ્ત બની જશે. ફિલ્મ તેલુગુ હિટ ફિલ્મની હિન્દી રીમેક હશે. ફિલ્મમાં તે એકદમ અલગ અવતારમાં નજરે પડશે. ફિલ્મમાં શાહિદ વધેલી દાઢી અને લાંબા વાળ સાથે જોવા મળશે. જોકે જેથી તેના પર બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવાનુ દબાણ છે.

(3:38 pm IST)