Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આજથી 'પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ' રિલીઝ

આજથી નવી ફિલ્મ 'પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ' રિલીઝ થઇ છે.

નિર્માતા જેએ એન્ટરટેઇનમેન્ટ, ઝી સ્ટુડિયોઝ અને કેવાયટી પ્રોડકશન તથા નિર્દેશક અભિષેક શર્માની આ ફિલ્મમાં સંગીત સચીન-જીગર, જીત ગાંગુલીનું છે. ફિલ્મમાં જોન અબ્રાહમ, ડાયેના પેન્ટી, બોમન ઇરાની, દર્શન પંડ્યા, વિકાસ કુમાર, માર્ક મેનીંગટન, અભીરોય સિંઘ, અજય શંકર, અનુજા સાઠે સહિતે ભૂમિકા નિભાવી છે. ૧૨૮ મિનીટની આ ફિલ્મનું પ્રારંભીક બજેટ પચાસ કરોડ નક્કી કરાયું હતું.

૧૯૯૮માં ભારતીય આર્મીએ પોખરણમાં પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યુ હતું. આ ઘટનાને આધાર બનાવી ફિલ્મ બનાવાઇ છે. ફિલ્મમાં ભારતીય આર્મી અને વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા કામોને વખાણવામાં આવ્યા છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે, પણ પાત્રો કાલ્પનિક છે. લાંબા સમયથી આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર હતી. પરંતુ કોઇને કોઇ કારણોસર તારીખ પાછળ ઠેલાતી ગઇ હતી. અંતે હવે ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે.

(9:44 am IST)