Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મિથુન ચક્રવર્તીની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ

મુંબઈ:મિથુન ચક્રવર્તીને પીઠમાં અસહ્ય દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મિથુન હાલ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તે છેલ્લા ઘણા સમયથી પીઠના દુખાવાથી પીડાઇ રહ્યો છે. આ જ કારણે તે ફિલ્મોમાં હાલ કામ કરવા રાજી થતો નથી. મિથુન ચક્રવર્તીને પીઠમાં દુખાવો થવાથી હોસ્પિટલમા ંદાખલ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા તેણે સારવાર લીધી હતી અને તેને સારું થઇ ગયુ ંહતું. પરંતુ આ પીડાએ ફરી જોર પકડયું છે. પરિણામે આ વખતે તેણે દિલ્હીમાં સારવાર લેવાનો નિર્ણય કર્યો. મિથને આ પહેલા આ બીમારીનો ઇલાજ લોસએન્જલસ હોસ્પિટલમાં પણ કરાવ્યો અને સારું થયા બાદ જ મુંબઇ આવ્યો હતો. કહેવાય છે કે તેને આ દુખાવામાંથી રાહત મેળવતા સમય લાગી જશે. પોતાની નાતંદુરસ્તીના કારણે જ મિથુને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૦૯ની સાલમાં શૂટિંગ દરમિયાન તેને ગંભીર ઇજા થઇ હતી. ફિલ્મ લકના શૂટિંગ વખતે મિથુને એક સ્ટંટ સીન ભજવતી વખતે ઇજા થઇ હતી.અભિનેતાએ આ દ્રશ્યમાં એક ચોપર પરથી કુદવાનું હતું. પરંતુ ટાઇમિંગ સાથે મેળ ન ખાતા તે નીચે પડી ગયો હતો અને ઘાયલ થયો હતો.

 

 

(3:43 pm IST)