Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જેકી શ્રોફની ફિલ્મ 'લાઈફ ઇસ ગુડ' રિલીઝ થશે 10 ઓગસ્ટ

મુંબઇ: અભિનેતા જેકી શ્રોફને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ લાઇફ ઇઝ ગૂડની રિલિઝ ડેટ મંગળવારે જાહેર કરવામાં આવી હતી. સતત નેગેટિવ રીતે જીવતા એક આદમીના જીવનમાં અકસ્માતે છ વર્ષની એક બાળા આવી જાય છે. એના સહવાસમાં પેલાનો જીવન પ્રત્યેનો આખોય દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે એવી કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. જયંતીલાલ ગડા અને આનંદ શુક્લાએ બનાવેલી આ ફિલ્મમાં જેકી શ્રોફ ઉપરાંત સુનીતા સેનગુપ્તા, દર્શન જરીવાલા અને મોહન કપૂર ચમકી રહ્યા છે. ફિલ્મ સર્જકોએ જાહેર કર્યુ ંહતું કે ચાલુ વર્ષના ઑગષ્ટની ૧૦મીએ આ ફિલ્મ રજૂુ થશે. યોગાનુયોગે હાલ ન્યૂરોએન્ડોક્રાઇન ટયુમરની સારવાર માટે વિદેશ ગયેલા ટોચના અભિનેતા ઇરફાન ખાનને મુખ્ય રોલમાં રજૂ કરતી ફિલ્મ કારવાં પણ આ તારીખે રજૂ થવાની છે એટલે કે ઇરફાન ખાન અને જેકી શ્રોફ ટિકિટબારી પર ટકરાશે. હાલ જેકી એક ટીવી સિરિયલમાં પણ ચમકવાનો છે. સુપરહિટ બ્રિટિશ સિરિયલ ક્રિમિનલ જસ્ટિસના હિન્દી રૃપાંતર માટે જેકીને સાઇન કરવામાં આવ્યો હતો. આ સિરિયલ તિગ્માંશુ ધૂલિયા બનાવી રહ્યા છે. એમાં જેકીને મુખ્ય રોલની ઑફર કરવામાં આવી હતી.

 

 

(3:42 pm IST)