Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અજય દેવગણ અને રણબીર કપૂરને લઈને ફિલ્મ બનાવશે લવ રંજન

મુંબઇ: ફિલ્મ સર્જક લવ રંજને તાજેતરમાં અજય દેવગણ અને રણબીર કપૂરને ફરી એકવાર સાથે ચમકાવવાની જાહેરાત કરી હતી. પ્યાર કા પંચનામાની બીજી કડી સુપરહિટ નીવડયા બાદ તાજેતરમાં લવ રંજનની કોમેડી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીએ બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરીને લવ રંજનને ટોચના ફિલ્મ સર્જકોની હરોળમાં મૂકી દીધા હતા. પોતાની આ સફળતાને વટાવવા તેમણે એક મેગાબજેટ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો અને બે ટોચના કલાકારો અજય દેવગણ તથા રણબીર કપૂરને સાઇન કર્યા હતા. આ બંને સાથે તેમણે પોતાની સ્ક્રીપ્ટની ચર્ચા કરી હતી. અગાઉ આ બંને કલાકારો ૨૦૧૦માં પ્રકાશ ઝાની રાજનીતિ ફિલ્મમાં સાથે દેખાયા હતા. હવે લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાશે. આ ફિલ્મ માટે લવ રંજને ઘણું કરીને તબુ અને રકુલ પ્રીત સિંઘને પણ સાઇન કરી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ બંનેનાં નામોેને ઔપચારિક રીતે હજુ સમર્થન મળ્યું નહોતું. જાણકાર સૂત્રોએ કહ્યું કે યોગ્ય સમયે લવ રંજન સ્ટારકાસ્ટની જાહેરાત કરશે.

 

 

(3:42 pm IST)