News of Tuesday, 17th April 2018

કોમેડિયન સુનિલ ગ્રોવરને મળી વધુ એક ફિલ્મ: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ભજવશે મહત્વનો રોલ

મુંબઇ: સગ્ગી માજણી બહેનો વચ્ચે થયેલી ગળાકાપ સ્પર્ધાની વાત કરતી વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે કોમેડિયન સુનીલ ગ્રોવરને તાજેતરમાં સાઇન કરવામાં આવ્યો હતો.   અત્યાર અગાઉ સુનીલે ટોચના એેક્શન સ્ટાર અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ ગબ્બર ઇઝ બેકમાં એક નાનકડો પરંતુ મહત્ત્વનો રોલ કર્યો હતો. હવે વિશાલની ફિલ્મમાં ચમકવાનો છે. અગાઉ એવી વાતો ઊડી હતી કે બંને બહેનોના પિતાના રોલમાં વિજય રાજ ચમકશે. વિશાલે વિજય રાજને પણ સાઇન કર્યા હતા. પરંતુ એમના રોલની સ્પષ્ટતા ત્યારે કરાઇ નહોતી. સુનીલ બંનેમાંથી કોઇ હીરોઇનનો બૉયફ્રેન્ડ નથી એવી માહિતી આપતાં એક યુનિટ મેમ્બરે કહ્યું કે સુનીલ એક મહત્ત્વનો રોલ કરી રહ્યો છે. પરંતુ ફિલ્મના હીરો ટાઇપનો રોલ નથી. વિશાલે સુનીલના રોલ વિશે બોલતાં કહ્યું, મને આનંદ છે કે મારી સાથે વિજય રાજ અને સુનીલ ગ્રોવર જેવા બે સારા કલાકારો છે. સુનીલ આટલો બધો જાણીતો સ્ટાર છે એની મને કલ્પના પણ નહોતી. અભિનેતા અને માણસ બંને રીતે સારો છે. સેટ પર બધાંને એની સાથે  વાતો કરવી હોય છે. વિજય રાજ અને સુનીલ બંનેને હું બિનપરંપરાગત રોલમાં રજૂ કરવાનો છું.

(4:49 pm IST)
  • પૂર્વ સાંસદોને અપાનાર પગાર, ભથ્થા અને પેન્સનની બંધારણીય જોગવાઇને પડકારતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે આજે ફગાવી દીધી છે access_time 12:46 pm IST

  • ઓડીસામાં અરેરાટીપુર્ણ ટ્રેન દુર્ઘટનાઃ ૪ હાથીના દર્દનાક મોત નિપજયા access_time 12:47 pm IST

  • અમદાવાદ એલીસબ્રીજ પોલીસે આઇપીએલ પર સટ્ટો રમતા શખ્શ સુરેશ યાદવને હોટલ અર્બનમાંથી દબોચ્યો : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોરના મેચ પર સટ્ટો રમાડતો હતો સુરેશ : લેપટોપ, ટીવી, મોબાઇલ સહિત ઘણી ચીજો પોલીસે જપ્ત કરી access_time 12:25 am IST