Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સપ્ટેમ્બરમાં આવશે ભૈયાજી સુપરહિટઃ સનીનો ડબલ રોલ

અભિનેતા સની દેઓલની ફિલ્મ 'ભૈયાજી સુપરહિટ' બનીને તૈયાર છે. આ ફિલ્મમાં એકશન-કોમેડી બંનેનો ડોઝ છે. ફિલ્મનું નિર્દેશન નિરજ પાઠકે કર્યુ છે. નિર્માતા ચિરાગ મહેન્દ્ર ધારીવાલંદ છે. ફિલ્મમાં સની દેઓલ ડબલ રોલ નિભાવી રહ્યો છે. ૧૪મી સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. સની સાથે પ્રિટી ઝિન્ટા, અમિષા પટેલ, અરશદ વારસી અને શ્રેયશ તલપડે મહત્વના રોલમાં છે. પ્રિતી આ ફિલ્મ થકી ચાર વર્ષ પછી પરદા પર જોવા મળશે.

અમિષા પણ પાંચ વર્ષથી એકેય ફિલ્મમાં જોવા મળી નથી. સનીએ અગાઉ પણ યમલા પગલા દિવાના  સિરીઝમાં કોમેડી કરી છે. જો કે તે તેના ઢાઇ કિલો ફેઇમ એકશનને કારણે વધુ જાણીતો છે.

 

(10:07 am IST)