Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સુશાંત જેવા અભિનેતા પર ૬૭ કરોડનું જોખમ ખેડવા માંગતો નથી ફિલ્મ 'ચાંદા મામા દૂર કે'નિર્માતા

મુંબઇ:સુશાંત સિંગ રાજપુતે ગયા વરસે 'ચંદા મામા દૂર કે ફિલ્મ નિર્માણની વાત કરી હતી. જેમાં તે એક એસ્ટોનોટનો ્રોલ કરવાનો હતો. પરંતુ હવે તાજા સમાચાર એ છે કે આ ફિલ્મના નિર્માણ પર પુનઃવિચાર કરવામાં આવશે. નિર્માતા ફક્ત સુશાંત જેવા અભિનેતા પર રૃા. ૬૭ કરોડનું જોખમ ખેડવા માંગતો નથી. સૂત્રની વાત સાચી માનીએ તો  નિર્માતા વિકી રાની સુશાંતની આ ફિલ્મને સપોર્ટ કરવાના હતા. પરંતુ હવે આ ફિલ્મ અનિશ્ચિત સમય માટે અટકી પડી છે. જ્યારે ફિલ્મના નિર્માતાઓએ સુશાંત સાથે આ ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી ત્યારે તેમને રોકાણનો અંદાજ આવ્યો નહોતો. પરંતુ હવે ફિલ્મનું સંપૂર્ણ બજેટ બનાવતી વખતે તેઓ ચોંકી ગયા છે. આ ફિલ્મનું બજેટ લગભગ રૃા. ૬૭ કરોડની આસપાસ થાય છે. નિર્માતા આટલી મોટી રકમ એકલા સુશાંત પર લગાડવા અચકાઇ રહ્યો છે. આવા મોટા પ્રોજેક્ટ સાથે જો કોઇ ટોચનો અભિનેતા ન જોડાયો હોય તો ફિલ્મની રિકવરી મુશ્કેલ બની શકે છે. જોકે સુશાંતે તો ચંદા મામા દૂરકે ફિલ્મની તૈયારી હજી પણ કરી રહ્યો છે. તે નિર્માતાની વાત પર હજી વિશ્વાસ બેઠો નથી. સુશાંતે તો પોતાના એક રડમને એસ્ટોનોટના  રૃમની માફક જ સજાવીને રાખ્યો છે. તેને લાગે છે કે આ ફિલમ ચોક્કસ બનશે. આ ફિલ્મ માટે સુશાંતે પોતાની તારીખોમાં પણ ફેરફાર કર્યા હતા. કદાચ સુશાંતને આ ફિલ્મમાંથી દૂર કરી અન્ય ટોચના કલાકારને લઇને નિર્માતા ફિલ્મ બનાવે તેવી પણ ચર્ચા છે.

 

 

(4:53 pm IST)