Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઈદ પર ટક્કર લેશે રજનીકાંત અને સલમાનની ફિલ્મ

મુંબઇ:સાઉથના ફિલ્મોદ્યોગના ભગવાન મનાતા રજનીકાંત અને બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન આ વર્ષની ઇદ પર એકબીજાની સાથે બોક્સ ઑફિસ પર ટકરાશે એવી માહિતી મળી હતી. સલમાન ખાનની હાલ બની રહેલી રમેશ તૌરાની નિર્મિત અને રેમો ડિસોઝા નિર્દેશિત ફિલ્મ રેસ થ્રી ઇદ પર રજૂ થવાની છે. જો કે સલમાન ખાન કાયમ ઇદ પર પોતાની ફિલ્મ રજૂ કરે છે અને એની દ્રષ્ટિએ ઇદ એને માટે શુકનિયાળ હોય છે. રજનીકાંત માટે આવું કઙી શકાય નહીં. રજનીકાંતની ફિલ્મો અગાઉ ગમે તે દિવસે રજૂ થઇને પણ સુપરહિટ નીવડતી રહી છે. એમણે કદી કોઇ ચોક્કસ દિવસ કે પર્વને પોતાના માટે શુકનિયાળ ગણાવ્યું નથી. આ વર્ષે પહેલીવાર સલમાન ખાનની રેસ સાથે રજનીકાંતની કાલા ફિલ્મ રજૂ થવાની છે એટલે બંનેના લાખ્ખો ફેન્સ અનેરી ઉત્તેજના અનુભવી રહ્યા છે. આમ તો રજનીકાંતની કાલા ૨૭મી એપ્રિલે રજૂ થવાની હતી પરંતુ હાલ સાઉથના ફિલ્મોદ્યોગમાં હડતાળ ચાલી રહી છે એટલે આ ફિલ્મને મોડી રજૂ કરવાનો નિર્ણય ફિલ્મના સર્જકોએ લીધો હતો એવી માહિતા મળી હતી.  છેલ્લા એક મહિનાથી સાઉથના ફિલમ સર્જકો અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે ગંભીર મતભેદો પ્રવર્તે છે. બંનેમાંથી કોઇ નમતું આપવા તૈયાર નથી એટલે હડતાલ પડી હતી.

 

 

(4:51 pm IST)