Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ટીવી સ્ટાર શાલિન ભનોટ કરશે હોલીવૂડની ફિલ્મ

ટીવી પરદેથી અભિનેતા-અભિનેત્રીઓ બોલીવૂડમાં પહોંચી રહ્યા છે. ત્યારે ટીવી સ્ટાર શાલિન ભનોટ હવે હોલીવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. ૨૦૦૭માં આવેલા શો નાગિન અને મહારાજા રણજીતસિંહ ફેઇમ સુપરસ્ટાર શાલિન ભનોટે વર્ષો સુધી ટીવીમાં કામ કર્યુ છે. પણ હવે તે હોલીવૂડના પ્રોજેકટમાં જોડાયો છે. આ માટે તે ત્યાંના જાણીતા ટ્રેનર માઈકલ ડેનર પાસેથી અભિનયના ગુણ શીખી રહ્યો છે.   પોતાના નવા પ્રોજેકટ વિશે શાલિને કહ્યું હતું કે આ એક ખાસ ફિલ્મ છે. પણ હું તેના વિશે હાલમાં વધુ કંઇ જણાવી શકુ નહિ. હું તાલિમ લઇ રહ્યો છું. ટૂંક સમયમાં જ હોલીવૂડ પ્રોજેકટની જાણ કરીશ. જો કે આ પ્રોજેકટને કારણે હું ટીવીથી દૂર નહિ થાવ. ટીવી હમેંશા મારા માટે અગ્રતાક્રમે રહેશે.

(9:30 am IST)