Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કામ્યાનું કેપ્શન-મારી ભુલ, મારી પસંદગી, કોઇ અફસોસ નથી

કામ્યા પંજાબીએ વર્ષ ૨૦૦૨માં 'કહેતા હૈ દિલ' શો થકી ટીવી પરદે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ અભિનેત્રી અવાર-નવાર પોતાના બોલ્ડ લૂકની તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે સ્વિમિંગ પુલમાં બિકીની સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. કામ્યા જ્યારે પણ તસ્વીરો પોસ્ટ કરે ત્યારે ટ્રોલ થતી રહે છે.  જો કે આ વખતે કોઇ ટ્રોલ કરે એ પહેલા જ કેપ્શનમાં તેણે લખી નાંખ્યુ છે કે, મારી ભુલ, મારી પસંદગી, કોઇ પછતાવો નથી.

એક યુઝરે લખ્યું હતું કે પછતાવો થવો પણ ન જોઇએ. તમે ગમે તેવી ચીજોનો સામનો કરવા તૈયાર હોવ છો અને તમે બહાદુર છો. એક યુઝરે આ ઉમરે આવુ બધુ સારું ન લાગે તેવું લખાણ લખ્યું હતું. કામ્યા અનેક શોમાં નેગેટિવ રોલ પણ કરી ચુકી છે. 

(9:29 am IST)