Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અનન્યાની ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું

ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ વાતની ઘોષણા થતાં જ સોશિયલ મિડીયા પર અનન્યાના ફોલોઅર્સની સંખ્યા વધી ગઇ છે. ફિલ્મનું ઓફિસીયલ પોસ્ટર પણ લોંચ થઇ ગયું છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને તારા સુતારીયા પણ છે. અનન્યા ઓગણીસ વર્ષની છે અને હજુ અભ્યાસ કરી રહી છે. નવમી એપ્રિલથી આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મના નિર્દેશનનું કામ પુનિત મલ્હોત્રાને સોંપાયું છે. કરણ જોહર, હીરૂ જોહર અને અપૂર્વા મહેતા આ ફિલ્મના નિર્માતા છે.  આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવેલી સ્ટુડન્ડ ઓફ ધ યરની સિકવલ છે. આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિધ્ધાર્થ મલ્હોત્રાએ એ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. અનન્યાની ફિલ્મ ૨૩ નવેમ્બરે રિલીઝ થશે. 

(9:29 am IST)