Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

યુધ્ધ અને આતંકવાદ એક ધંધો બની ગયા છે જે દુનિયાભરમાં હિંસા ફેલાવે છે

આતંકવાદનું અર્થતંત્ર અને યુધ્ધના વ્યવસાય જેવા વિષય ઉપર બની ફિલ્મ 'સેકટર બાલાકોટ' : પ્રોડયુસર-ડાયરેકટર હિતેષ ખ્રિસ્તી કહે છે આતંકવાદનું મુળ કયાંથી અને કંઇ રીતે ઉપજે છે તે આ ફિલ્મ થકી દર્શકોને જાણવા મળશેઃ ડિસેમ્બરમાં રિલીઝ

રાજકોટઃ તા.૧૯, 'બોલીવુડ દ્વારા આતંકવાદ પર અનેક ફિલ્મ બનાવવામાં આવી છે. દરેક ભારતીયને આતંકવાદની વાત કરીયે એટલે સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારતની વર્ષો જૂની દુશ્મની યાદ આવે છે. ર૦૧૯ ફેબ્રુઆરીમાં ભારત દ્વારા બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં આશરે ૩૦૦ જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. બોલીવુડમાં આતંકવાદ પર બનતી ફિલ્મ હંમેશા મારધાડ, અસંખ્ય ગોળીબાર સાથે લોહીલુહાણ પર બની તમે સોં એ જોઈ હશે. કારગિલ, બોર્ડર, હોલીડે અને ઉરી જેવી હિટ ફિલ્મમાં આતંકવાદના અનેક સ્વરૂપ બતાવ્યા છે. પરંતુ આ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓ પર બોલીવુડ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો નથી.

હિતેશ ખ્રિસ્તીની સેકટર, બાલાકોટ, આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓને પ્રકાશિત કરતી હટકે ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં વિપુલ ગુપ્તા, અસ્મિત પટેલ, જિનલ પંડ્યા અને પુનિત ઇસાર લીડ ભૂમિકામાં છે.

 આ ફિલ્મમાં આતંકવાદ કઇ રીતે, કયા કારણોસર અને કોના દ્વારા ફેલાવવામાં આવે છે તે જાણવા મળશે. આ ફિલ્મ દ્વારા તમને જાણીને આશ્ચર્ય થશે કે આતંકવાદ ફકત જાહેર જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કરવાથી નથી ફેલાતો પરંતુ દેશની ઇકોનોમીને નાશ કરી દેશના યુવાધનનું બ્રેઇન વોશ કરી ફેલાવવામાં આવે છે.

હિતેશ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ વિધાર્થી છે. તેઓ રીઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ૬૦ દેશમાં પરીભ્રમણ કરેલા હિતેશ ખ્રિસ્તીનો બિઝનેસ મલેશિયા, પપુઆ ન્યૂગીની તેમજ ભારતમાં હાલમાં કાર્યરત છે. 'સીઈઓ ઇન્શાઈટ્સ મેગેઝીન દ્વારા તાજેતરમાં જ તેમને મલેશિયા ખાતે ભારતના ટોપ ૧૦ બિઝનેસ લીડર્સમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા.

 ૬૦ દેશમાં પરિભ્રમણ કરી અને ૬ દેશમાં રહેલા હિતેશ ખ્રિસ્તીએ તેમના અનુભવોને સાથે રાખી, સમાજ સેવા અને દેશભકિત પ્રત્યે તેમના ફરજને ઉજાગર કરવા માટે હિતેશ દ્વારા સેકટર બાલાકોટ ફિલ્મ બનાવી અને સમાજના લોકોને અને યુવાઓને મેસેજ આપવાનું બીડું ઝડપ્યું.

પ્રોડયુસર-ડાયરેકટર હિતેશ ખ્રિસ્તીએ તેમની પહેલી ફિલ્મ  વિશે જણાવ્યું હતું કે, આ ફિલ્મ બનાવવા પાછળ અનેક કારણો છે. માર્ચ ૨૦૨૦માં હું મલેશિયાથી ભારત આવ્યો હતો. ૩ થી ૪ દિવસ મારા બિઝનેસનું કામ પૂરુ કરીને મલેશિયા પરત ફરવાનો હતો. કોરોનાના કારણે લોકડાઉન લાગ્યુ અને ભારતમાં જ રહેવાનું થયું. રીઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સહીત મને ક્રિએટિવિટી અને ફિલ્મ મેકિંગમાં ઘણો રસ હતો તેથી મેં ક્યુ કેફે મુવીઝ પ્રોડકશન હાઉસની શરૂઆત કરી અને દેશભકિતના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સેકટર બાલાકોટ ફિલ્મનું શુટિંગ અમે કોરોનાની બીજી લહેર બાદ શરૂ કર્યું અને શુટિંગ દરમિયાન સેટ પર આશરે ૧૦૦ થી ૧૫૦ લોકોનો સ્ટાફ હતો જેને રોજગાર પ્રાપ્ત થયું. મારો મુખ્ય ઉદેશ્ય લોકોને આ ફિલ્મ દ્વારા એક સારી અને સકારાત્મક મેસેજ પહોંચાડવાનો છે. આ ઉપરાંત બોલિવુડની મોટાભાગની ફિલ્મનું થૂટિંગ મહારાષ્ટ્ર, ગોવા જેવા અનેક રાજ્યોમાં થાય છે પરંતુ આ ફિલ્મનું ૮૦ ટકા શુટિંગ ગુજરાતમાં જ થયુ છે માટે તમને ગુજરાતના ખુબજ સુંદર લોકેશન આ ફિલ્મમાં જોવા મળશે. 

સેકટર બાલાકોટ એક પાકિસ્તાની આતંકવાદીના ઇન્ટરોગેશનની ફિલ્મ છે જેમાં આતંકવાદીનાં ઇન્ટરોેગેશન દરમ્યાન અનેક તથ્યો બહાર આવે છે. આતંકવાદનું મૂળ ક્યાંથી અને કઈ રીતે ઉપજે છે તે આ ફિલ્મમાં દર્શકોને જાણવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયો, પાવાગઢ તેમજ તેની આસપાસના જંગલ. દેવગઢ બારીયા, ડાંગનું જંગલ તેમજ ડેલહાઉસી અને મુંબઈ ખાતે કરાયું હતું. ૧ કલાક ૫૦ મિનિટની આ ફિલ્મ ડિસેમ્બરમાં રૂપેરી પડદા પર રિલીઝ કરવામાં આવશે.  હિતેશ ખ્રિસ્તી મો.૬૩૫૮૮ ૬૨૪૯૮. નિકીતા કારીયા મો.૯૪૦૮૯ ૪૮૭૬૮  

(11:15 am IST)