Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ટીઆરપીની રેસમાં 'બિગ બોસ'માઇલો દૂર : 'અનુપમા' હજી પણ આ લિસ્ટમાં આગળ છે

સલમાનનો શો ટોપ-ફાઇવમાંથી આઉટ

મુંબઇ,તા. ૨૦: સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયલિટી શો 'બિગ બોસ ૧૫' ટીઆરપીની રેસમાંથી બહાર નીકળી ગયો છે. ૪૫મા અઠવાડિયાના ટીઆરપી-લિસ્ટમાં સલમાનના શોનો સમાવેશ ટોપ-ફાઇવમાં પણ નથી કરવામાં આવ્યો. રૂપાલી ગાંગુલીનો 'અનુપમા'આ લિસ્ટમાં ટોપ પર છે. એ છેલ્લાં દ્યણાં અઠવાડિયાંથી પ્રથમ ક્રમે છે. નવા-નવા ટ્વિસ્ટ એન્ડ ટર્નને કારણે એ શોએ લોકોને જકડી રાખ્યા છે. નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા અને આયેશા સિંહનો 'ઘૂમ હૈ કિસી કે પ્યાર મેં'આ લિસ્ટમાં બીજા ક્રમે છે. અંકિત ગુપ્તા, કરણ વી. ગ્રોવર, પ્રિયંકા ચાહર ચૌધરી અને અન્ય એકટર્સનો શો 'ઉદારિયાં'આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. સુમ્બુલ તૌકીર અને ગશ્મીર મહાજનીનો શો 'ઇમલી'ને એક વર્ષ થયું હોવા છતાં એ લોકોને ખૂબ ગમી રહ્યો છે અને ટીઆરપીના ચાર્ટમાં એ ચોથા ક્રમે છે. ટોપ-ફાઇવના આ લિસ્ટમાં 'યે રિશ્તા કયા કહલાતા હૈ'પાંચમા ક્રમે છે. સલમાન ખાનનો શો 'બિગ બોસ'મોટા ભાગે આ લિસ્ટમાં હોય છે, પરંતુ આ વખતે એ ગાયબ છે. આ શોમાં દ્યણી જાણીતી સેલિબ્રિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં શોને જોઈએ એટલી ટીઆરપી નથી મળી રહ્યા. 

(11:15 am IST)